પ્રાથમિક શિક્ષકોએ જીન્સ-ટી શર્ટ ( જી હા, જીન્સ ટી શર્ટ જે એપલનો સ્ટીવ જોબ્સ પણ પહેરે, સચીન-અમિતાભ કે આઈ.એ.એસ. - આઈ.પી.એસ. અને હું પણ ) પહેરવા નહિ.....પ્રાથમિકશિક્ષકોએ મોબાઈલ લઈને શાળાએ જવું નહિ ( ક્લાસમાં ચાલુ ના કરવો એમ નહિ, નહિ સ્કુલમાં જ રાખવો નહિ! ).....પ્રાથમિક શિક્ષકોએ તમામ વર્ગખંડોમાં સીસીટીવી નીચે જ કામ કરવું.....
ગુજરાત સરકારે પ્રાથમિક શિક્ષણમાં સુધારા માટે નીમેલા 'તજજ્ઞો'ની સમિતિની આ ઘનચક્કર ભલામણો છે. જેમાં વળી હાસ્યાસ્પદ કહેવાય એવા રીક્ષાવાળા અને કૂલીઓથી પણ ઓછા પ્રાથમિક શિક્ષકોના ફિક્સ પગારની સુપ્રિમ કોર્ટે પણ અન્યાયી ઠેરવેલી નીતિરીતિ સુધારવાની કોઈ ભલામણ થઇ હોય એવું અખબારી અહેવાલોમાં છપાયું નથી. ભારતને અમેરિકા ન બનાવીએ તો કંઈ નહિ, પણ અફઘાનિસ્તાન પણ ના જ બનાવવાનું હોય. આવી મૂરખના જામ જેવી અક્કલમઠ્ઠી ભલામણો કરનારા ઉલ્લુનાં પઠ્ઠા જેવા "તજજ્ઞો"ને જ પહેલા મોડર્ન સાયન્ટીફિક એજ્યુકેશન અને બાળકો તથા શિક્ષણની બદલાયેલી દુનિયાનાં પરિવર્તનનું "પ્રાથમિક શિક્ષણ" વહેલી તકે આપવાની જરૂર છે !
સાચી વાત છે ,,,,,