Easy Education
Chalti Patti
30 July 2014
29 July 2014
પ્રાથમિક શિક્ષકોએ જીન્સ-ટી શર્ટ ( જી હા, જીન્સ ટી શર્ટ જે એપલનો સ્ટીવ જોબ્સ પણ પહેરે, સચીન-અમિતાભ કે આઈ.એ.એસ. - આઈ.પી.એસ. અને હું પણ ) પહેરવા નહિ.....પ્રાથમિકશિક્ષકોએ મોબાઈલ લઈને શાળાએ જવું નહિ ( ક્લાસમાં ચાલુ ના કરવો એમ નહિ, નહિ સ્કુલમાં જ રાખવો નહિ! ).....પ્રાથમિક શિક્ષકોએ તમામ વર્ગખંડોમાં સીસીટીવી નીચે જ કામ કરવું.....
ગુજરાત સરકારે પ્રાથમિક શિક્ષણમાં સુધારા માટે નીમેલા 'તજજ્ઞો'ની સમિતિની આ ઘનચક્કર ભલામણો છે. જેમાં વળી હાસ્યાસ્પદ કહેવાય એવા રીક્ષાવાળા અને કૂલીઓથી પણ ઓછા પ્રાથમિક શિક્ષકોના ફિક્સ પગારની સુપ્રિમ કોર્ટે પણ અન્યાયી ઠેરવેલી નીતિરીતિ સુધારવાની કોઈ ભલામણ થઇ હોય એવું અખબારી અહેવાલોમાં છપાયું નથી. ભારતને અમેરિકા ન બનાવીએ તો કંઈ નહિ, પણ અફઘાનિસ્તાન પણ ના જ બનાવવાનું હોય. આવી મૂરખના જામ જેવી અક્કલમઠ્ઠી ભલામણો કરનારા ઉલ્લુનાં પઠ્ઠા જેવા "તજજ્ઞો"ને જ પહેલા મોડર્ન સાયન્ટીફિક એજ્યુકેશન અને બાળકો તથા શિક્ષણની બદલાયેલી દુનિયાનાં પરિવર્તનનું "પ્રાથમિક શિક્ષણ" વહેલી તકે આપવાની જરૂર છે !
સાચી વાત છે ,,,,,
11 July 2014
badali pariptra
https://jiteshchaudharydotblogspotdotcom.files.wordpress.com/2014/06/badali-paripatra.jpg
10 July 2014
ઘરમાં શા માટે ભગવાનની તસવીરો રાખવામાં આવતી હોય છે?
દરેક ઘરમાં ભગવાનની તસવીરો જોવા મળે છે। ધર્મ ભલે કોઈપણ હોય, પરંતુ ઘરમાં ધાર્મિક પ્રતીક રાખવું તે દરેક ધર્મોમાં શુભ મનાય છે। હિંદુઓના ઘરમાં દેવી દેવતાઓની, મુસ્લિમોના ઘરમાં મક્કા-મદીનાની, શીખોના ઘરમાં વાહેગુરુની તો ખ્રિસ્તી પરિવારોમાં જીસસની તસવીરો જોવા મળતી હોય છે। તમને એવો વિચાર આવે છે ખરા કે ઘરમાં શા માટે ભગવાનની મૂર્તિઓ રાખવામાં આવતી હોય છે? ૉ
તેના પાછળ મનોવૈજ્ઞાનિક કારણ કામ કરે છે।ઘરમાં ભગવાનની મૂર્તિઓ લગાવવાથી અને તેની નિયમિત રીતે પૂજા અર્ચના કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે। વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં નાના નાના ફેરફારો કરીને તમે માનસિક શાંતિ મેળવી શકો છો ।
ઘરમાં તસવીરો કે મૂર્તિ તો બધાં સામાન્ય રીતે મૂકતાં હોય છે, પરંતુ તેને યોગ્ય દિશામાં મૂકતાં ફાયદો થઈ શકે છે।યોગ્ય દિશામાં મૂકેલ મૂર્તિ કે તસવીર તમને સતત અહેસાસ કરાવે છે કે ઘરમાં ભગવાન વસેલાં છે। તસવીરો અજાણ રીતે પણ તમને આત્મશક્તિ પૂરી પાડે છે। ઘરમાં રહેલ ભગવાનની મૂર્તિ તમને ખોટાં કામો કરતાં અટકાવે છે।
Subscribe to:
Posts (Atom)